પ્રેસ માટે YouTube

શ્રેય આપવા અને બ્રૉડકાસ્ટ કરવા સહિત, તમે જે શોધી રહ્યાં છો તે આંકડા અને વીડિઓ ઝડપથી શોધો.

YouTube આવશ્યકતાઓ

YouTube વીડિઓનો પ્રેસમાં બિન-વ્યાવસાયિક ઉપયોગ

માલિકી અને શ્રેય

YouTube ચૅનલના માલિકો સાઇટ પર બતાવવામાં આવતા કન્ટેન્ટના અધિકારોનું નિયંત્રણ કરે છે. જો તમને કોઈ વીડિઓ મળે જે તમે બતાવવા માગતા હો અને/અથવા સંદર્ભ આપવા માગતા હો, તો અમે તમને તેઓનો સીધો જ સંપર્ક કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. બ્રૉડકાસ્ટ કે વેબકાસ્ટમાં YouTube વીડિઓ બતાવતી વખતે, સ્ક્રીનમાં અને શાબ્દિક એટ્રિબ્યુશનમાં કૃપા કરીને લાગુ પડતા કન્ટેન્ટ માલિકનું વપરાશકર્તાનામ અથવા સાચું નામ પ્રદાન કરો.

YouTube ચૅનલના માલિકનો સંપર્ક કરી રહ્યાં છીએ

YouTube વપરાશકર્તાનામ પર ક્લિક કરવાથી તમે વપરાશકર્તાની ચૅનલના મુખ્ય પેજ પર જઈ શકશો. ત્યાંથી, જ્યાં સુધી તમે તમારા પોતાના Google એકાઉન્ટમાં લૉગ ઇન કરેલું હોય ત્યાં સુધી, ચૅનલના માલિકનો સંપર્ક કરવા માટે તમે YouTubeની સાઇટ-પરની સંદેશા સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો. “અમારા વિશે” ટૅબ પર ક્લિક કરો, પછી “સંદેશ મોકલો” પસંદ કરો અને ઇલેક્ટ્રોનિક ફૉર્મ ભરો.

YouTube પર શું ચાલી રહ્યું છે

પ્રેસ સંબંધિત કોઈપણ વધારાની પૂછપરછ માટે, અહીંયાં સંપર્ક કરો press@google.com