Nādbrahma pada 719, Rāg Garbi
Janmāshtami Bhajans - August 22, 2011
Recorded at Shree Ramkabir Mandir, Carson, CA, USA
નાદબ્રહ્મ પદ - ૭૧૯, રાગ - ગરબી
મારી શેરીએ આવો શ્યામળિઆ;
વાટલીએ વેરાવું ફૂલ પ્રીતમ પાતલિઆ ... ટેક
māri sheri-e āvo shyāmali-ā
vātali-e verāvu fula pritama pātali-ā ... repeat
મેં જુગમેં જોયું શ્યામળિઆ;
નહિ આવે તમારી તોલ પ્રીતમ પાતલિઆ ... ૧
meň juga-meň joyu shyāmali-ā
nahi āve tamāri tola pritama pātali-ā ... 1
ધન ધન દેવકીના શ્યામળિઆ;
જાણે જનમ્યા ને અકલ સ્વરૂપ પ્રીતમ પાતલિઆ ... ૨
dhana dhana devaki-nā shyāmali-ā
jāne janamyā ne akal sva-rupa pritama pātali-ā ... 2
તારું મુખડું સુંદર શામળિઆ;
જાણે શરદ પુનમનો ચંદ્ર પ્રીતમ પાતલિઆ ... ૩
tāru mukhadu sundara shāmali-ā
jāne sharada punama-no chandra pritama pātali-ā ... 3
રઘુનાથના સ્વામી શ્યામળિઆ;
વ્હાલો દુઃખડા કેરો જાણ પ્રીતમ પાતલિઆ ... ૪
raghu-nātha-nā swāmi shyāmali-ā
vahālo dukhadā kero jāna pritama pātali-ā ... 4
All Comments