Janmāshtami Bhajans - August 20, 2011
Recorded at Bhakta Cultural Center, Norwalk, CA, USA
નાદબ્રહ્મ પદ - ૨૫૯
મને કાનજી જોયાના કોડ, સૈયર ચાલોની;
mane kānaji joyānā koda, saiyara chāloni;
દહેરે દહેરે દીવા કરું, હું પુજું શંકર શિવ;
શ્યામળિયા વર પામવા, હું કરું શંભુની સેવ ... ટેક
dahere dahere divā karu, huň puju shankara shiva
shyāmaliyā vara pāmvā, huň karu shambhu-ni seva ... repeat
ચંદનભરી તલાવડી રે, મોતીએ બાંધી પાળ;
કાનજી ધુએ રૂડા ધોતિયાં રે, રાધા પાણી લઇને હાર ... ૧
chandan-bhari talāvadi re, moti-e bāndhi pāla
kāna-ji dhu-e rudā dhotiyā re, rādhā pāni la-ii-ne hāra ... 1
સાસુ અમારી જશોમતી, સસરા શ્રી નંદલાલ;
કંઠ કોડીલો મારો કાનજી રે, મારુ સાસરું ગોકુળ ગામ ... ૨
sāsu amāri jasho-mati, sasarā shree nanda-lāla
kāntha kodilo māro kānaji re, māru sāsaru gokula gāma ... 2
ગાઇ શીખે ને સાંભળે રે, હરિ રાધાનો રાસ;
તે નર વૈકુંઠ પામશે રે, ગુણ ગાયે નરસૈંયો દાસ ... ૩
gā-ii shikhe ne sāmbhale re, hari rādhā-no rāsa
te nara vai-kuntha pāmshe re, guna gāye nara-sai-yo dāsa ... 3
All Comments