Nādbrahm pada 300, Rāg - Pancham
Recorded on March 5, 2008 at Syādlā, Madhi, Vālod, Surat, Gujarāt, India
નાદબ્રહ્મ પદ - ૩૦૦, રાગ - પંચમ
Nādbrahma pada 300, rāg - pancham
રાતલડી રમીને રે ક્યાં થાકી આવ્યા રે, બળવંત બારણું મા ઠેલ રે;
તમો પધારો રે મંદિર નારને રે, જ્યાં તમે કીધી રંગની રેલ રે ... ટેક
rātaladi rami-ne re kyaň thāki āvyā re, balavant bāranu mā thel re;
tamo padhāro re mandir nār-ne re, jyāň tame kidhi rang-ni rel re ... repeat
રાતા રાતા નયણા રે અતિ નિદ્રા લાવે, રાતી દીસે અધર બીંબની રેખ;
મોલીડાને છૂટ્યા રે કેશ વિખરાઇ ગયાં રે, ધરતી ધુતારો તારો વેશ રે ... ૧
rātā rātā nayanā re ati nidrā lāve, rāti dise adhar bimb-ni rekh;
molidā-ne chhutyā re kesh vikh-rā-ii gayā re, dharati dhutāro tāro vesh re ... 1
પહેર્યા પીતામ્બર ક્યાં પ્રભુ પલટ્યાં રે, પારકી પટોળી પાછી આપ રે;
તમો ટેવાયા રે મંદિર શોકને રે, અમ ઘર આવજો રે કાલ ... ૨
paheryā pitāmbar kyaň prabhu palatyaň re, pāraki patoli pāchhi āpa re;
tamo tevāyā re mandir shok-ne re, ama ghar āvajo re kal ... 2
પંચમ ઓળખ્યો રે પંખીઓ સ્વર પુર્યા, વ્હાલા મારા પ્રગટ થયો પ્રભાત રે;
નરસૈંયાના સ્વામી રે વહાણે ઘરે આવ્યા રે, વ્રેહ ઘણો ને થોડી રાત રે ... ૩
pancham olakhyo re pankhi-o svar pyryā, vahāla mārā pragat thayo prabhāt re;
nara-sai-yā-nā swāmi re vahāne ghare āvyā re, vreh ghano ne thodi rāta re ... 3
All Comments