Nādbrahm pada 603, Rāg - Kālero
Recorded in 1981 at Syādlā, Madhi, Vālod, Surat, Gujarāt, India
નાદબ્રહ્મ પદ-૬૦૩, પૃષ્ઠ-૩૨૧, રાગ - કાલેરો
પરમ ચતુર ઝુલે નાથ અમારો, રાધાજીની સંગે રે;
વરણું રે અંગોઅંગની શોભા, વારું કોટિ અનંગ રે ... ટેક
સાવન માસ પરમ સુખકારી, ઝરમર ઝરમર વરસે મેહ;
દાદૂર મોર પપૈયા બોલે, ઊપજે અતિ સ્નેહ રે ......... ૧
આજ મેં અદભુત કૌતુક દીઠું, સીચંતા હરિ હસ્યા રે;
શ્યામ સન્મુખ દષ્ટિ કરીને, પ્રીછે બેઉ રસિયા રે ....... ૨
શ્યામ સુભગ ને રાધા ગોરી, સોરંગ હિંડોળે ઝૂલે રે;
જેમ જેમ ઘુમ્મર ઘાલે હો સજની, તેમ તેમ નરસૈંયો ફૂલે રે ... ૩
All Comments