INDIA NEWS
થોડા દિવસ પહેલાં વડિયા તાબાના બાંભણિયા ગામે લોકોના દુ:ખ દર્દ દૂર કરવાનું કામ કરતા ધતિંગબાજ તાંત્રિકે વિસાવદર પંથકની મહિલા પર બળાત્કાર ગુજાયૉ બાદ આ તાંત્રિકે સામેથી વડિયા પોલીસમથકે હાજર થતાં તેની ધરપકડ કરાઇ હતી. આવતીકાલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવાશે.
વડિયા પોલીસે બળાત્કારના કેસમાં વડિયા તાલુકાના બાંભણિયા ગામના તાંત્રિક લાલજી ટાઢાણીની ધરપકડ કરી છે. આ શખ્સે ગત તા. ૧૫/૧ના રોજ વિસાવદર તાલુકાના દેસાઇ વડાળા ગામની મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.
દેસાઇ વડાળાના ૪૫ વર્ષના પટેલ મહિલાને વાનું દર્દ હોય તેના માટે ઇલાજ કરાવવા તે મહિલા પતિ સાથે બાંભણિયા આવી હતી. સાંજના સમયે તાંત્રિક વિધિનું ડીંડક ચલાવતા લાલજી ટાઢાણીએ તેને વિધિના બહાને રૂમમાં એકલી બોલાવી હતી અને પોતાના ગુપ્તાંગ પર કંકુનો ચાંદલો કરાવ્યો હતો. બાદમાં આ નરાધમે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આબરું જવાના ડરે મહિલાએ કોઇને વાત ન કરી પરંતુ એકાદ માસ બાદ તેમણે હિઁમત કરી ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન ફરિયાદ થતાં આ તાંત્રિક નાસી છુટÛો હતો અને પાછલા કેટલાક સમયથી પોલીસના હાથમાં આવતો ન હતો પરંતુ આખરે આજે સામેથી પોલીસમાં હાજર થતાં તેની ધરપકડ કરાઈ હતી.
Link to this comment:
All Comments (0)