આજે રાજ્યનો સૌ પ્રથમ ગરીબ કલ્યાણ મેળો અમરેલીમાં યોજવામાં આવ્યો હતો. જેમાં અમરેલી, બાબરા, વડીયા, બગસરા, લાઠી અને લિલીયાના મળી છ તાલુકાઓના ગામડા ખૂંદીને સરકારી અધિકારીઓએ વ્યક્તિગત ગરીબલક્ષી યોજનાના લાભાર્થીઓને સામે ચાલીને લાભો લેવા માટે ગરીબ કલ્યાણ મેળામાં આમંત્રણ આપ્યું હતું. સરકારની અનેકવિધ એવી ૬૪ જેટલી કલ્યાણ યોજનાઓના લાભોનું એક જ સ્થળેથી વિતરણ કરવાના આ ઉપક્રમમાં એકંદરે ૧ર૦.૬૯ કરોડ રૂપિયાના લાભો સ્વરૂપે સાધન-સહાયનું વિતરણ ૬૩૦૮૯ લાભાર્થીઓને હાથોહાથ મુખ્ય મંત્રીશ્રી તથા અન્ય મંત્રીશ્રીઓ સર્વ શ્રી દિલીપભાઈ સંઘાણી, સૌરભભાઈ પટેલ, કિરીટસિંહજી રાણા, ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી પુરૂષોત્તમ રૂપાલા અને દંડક શ્રી આર. સી. ફળદુએ કર્યું હતું.
wahgujarat
Link to this comment:
All Comments (0)